જાફરાબાદ શહેરના ખારવા સમાજ સંચાલિત આઝાદ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આજે બંદર રોડ બાયપાસ સામાકાંઠા વિસ્તારમાં આવેલી બાપાસીતારામ મઢુલી ખાતે સગર્ભા મહિલાઓ માટે વિશેષ નિઃશુલ્ક આપાતકાલીન એમ્બ્યુલન્સ સેવા લોકાર્પણ કરાયું હતું. દાતાઓ અને વડીલોના સહયોગથી શરૂ કરાયેલી આ સેવા સગર્ભા મહિલાઓને સુરક્ષિત રીતે હોસ્પિટલ પહોંચાડવા મદદરૂપ બનશે. આ કાર્યક્રમમાં સમાજના આગેવાનો વડીલો અને નાગરિકો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા. ટ્રસ્ટના પ્રતિનિધિઓએ સ્પષ્ટ કર્યું કે આ એમ્બ્યુલન્સ સેવા માત્ર ગર્ભવતી બહેનો માટે જ છે જ્યારે અન્ય તબીબી કટોકટીમાં સરકારી એમ્બ્યુલન્સનો ઉપયોગ કરવા જણાવાયું છે. આ લોકહિતની સેવા શરૂ થતાં સમગ્ર શહેરમાં ટ્રસ્ટની ઉત્કૃષ્ટ સમાજસેવાની કામગીરીને બિરદાવવામાં આવી હતી.








































