રાજકોટમાં આયોજિત એક શૈક્ષણિક કાર્યક્રમમાં ગુજરાતના પૂર્વ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ શિક્ષણ અને સંસ્કારના સંબંધ પર મહત્વપૂર્ણ નિવેદન આપ્યું. તેમણે જણાવ્યું કે માત્ર ડિગ્રી કે જ્ઞાન પૂરતું નથી, પરંતુ શિક્ષણ સાથે સંસ્કારોનું સિંચન થશે ત્યારે જ સમાજને જવાબદાર અને ચારિત્ર્યવાન નાગરિક મળશે. તેમણે દિલ્હીના જંતર-મંતર પર થયેલી તાજેતરની ઘટનાનો ઉલ્લેખ કરીને અસભ્ય ભાષા અને વર્તન સામે ચિંતા પણ વ્યક્ત કરી.રાજકોટમાં પુજિત વિજય રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ જ્ઞાન પ્રબોધિની શૈક્ષણિક પ્રોજેક્ટના દીક્ષા ગ્રહણ સમારોહમાં સંબોધન કરતા ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ કહ્યું કે શિક્ષણનો સાચો હેતુ માત્ર માહિતી કે ડિગ્રી આપવાનો નથી, પરંતુ વ્યÂક્તના ચારિત્ર્ય અને નૈતિક મૂલ્યોનું ઘડતર કરવાનો છે. તેમના મત મુજબ સંસ્કાર વિના મળેલું શિક્ષણ સમાજ માટે ઉપયોગી બની શકતું નથી.ચૂડાસમાએ દિલ્હીના જંતર-મંતર ખાતે થયેલા વિરોધ પ્રદર્શન દરમિયાન વપરાયેલી આપત્તિજનક ભાષાનો ઉલ્લેખ કરતાં કહ્યું કે કોઈપણ મુદ્દે મતભેદ કે આક્રોશ હોઈ શકે, પરંતુ સંસ્કારી સમાજમાં અસભ્ય ભાષાનો ઉપયોગ યોગ્ય નથી. તેમણે જણાવ્યું કે યોગ્ય સંસ્કારનો અભાવ હોય તો શિક્ષિત વ્યÂક્ત પણ સમાજ માટે ખોટો સંદેશ આપી શકે છે.
તેમણે સૂચન કર્યું કે શાળા અને કોલેજાના અભ્યાસક્રમમાં ભગવદ્‌ ગીતાના શ્લોકો, મૂલ્યવર્ધક પાઠ અને નૈતિક શિક્ષણને વધુ સ્થાન મળવું જાઈએ. તેમના જણાવ્યા મુજબ શિક્ષણ સાથે સંસ્કારો જાડાશે તો ભવિષ્યમાં જવાબદાર નાગરિક, પ્રામાણિક અધિકારીઓ અને સમાજહિતમાં કાર્ય કરનાર નેતૃત્વ તૈયાર થશે.કાર્યક્રમના અંતે ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ જ્ઞાન પ્રબોધિની દ્વારા વિદ્યાર્થીઓના વ્યક્તિત્વ વિકાસ માટે કરવામાં આવતી કામગીરીની પ્રશંસા કરી. તેમણે જણાવ્યું કે દરેક બાળકમાં રહેલી ક્ષમતાને યોગ્ય દિશા આપીને સમાજ માટે ઉપયોગી વ્યક્ત બનાવવાનું કાર્ય અત્યંત મહત્વનું છે. શિક્ષણ ત્યારે જ સફળ ગણાય જ્યારે તે જ્ઞાનની સાથે ચારિત્ર્ય અને માનવ મૂલ્યોનું પણ નિર્માણ કરે.