સાવરકુંડલાની એસ. વી. દોશી ગર્લ્સ હાઇસ્કૂલ ખાતે વિદ્યાર્થિનીઓમાં શ્વાન દંશ (ડોગ બાઇટ) અને હડકવા જેવા જીવલેણ રોગ સામે સાવચેતી અને જાગૃતિ કેળવાય તે હેતુથી એક વિશેષ જાગૃતિ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિદ્યાર્થિનીઓને ડોગ બાઇટથી બચવાના ઉપાયો અને પ્રાથમિક તકેદારીઓ અંગે માર્ગદર્શન અપાયું હતું. આ ઉપરાંત, જાગૃતિ ફેલાવતા વિવિધ સૂત્રો (સ્લોગન) અને આકર્ષક ચિત્રો દ્વારા શ્વાન દંશ સમયે ‘શું કરવું અને શું ન કરવું’ તેની ખૂબ જ સરળ સમજ આપાઈ હતી. શાળાના આચાર્યા ઉષાબેન તેરૈયાએ વિદ્યાર્થિનીઓને માર્ગદર્શિત કરતા મહત્વની સલાહ આપી હતી. કોઈપણ ઘરગથ્થુ ઉપચાર કરવાના બદલે તુરંત જ નજીકના સરકારી દવાખાને જઈને હડકવા વિરોધી રસી મુકાવવી અત્યંત જરૂરી છે. આ માટે શિક્ષક હિમાંશુભાઈ બોરીસાગરની ‘નોડલ અધિકારી’ તરીકે નિમણૂક કરવામાં આવી હતી.