રાજુલાના કુંડલીયાળા ગામે તળાવમાં ડૂબી જવાથી યુવકનું મોત થયું હતું. આ અંગે રમેશભાઈ મનુભાઇ વાળા (ઉ.વ.૩૫)એ જાહેર કર્યા મુજબ, વિનુભાઈ મનુભાઈ વાળા (ઉ.વ.૪૦) તળાવમાં હાથ પગ ધોતા હતા તે દરમ્યાન પગ લપસતા તળાવના પાણીમાં ડુબી જવાથી મરણ પામ્યા હતા. રાજુલા પોલીસ સ્ટેશનના એએસઆઈ એ.વી. સમા વધુ તપાસ કરી રહ્યા છે.








































