બાબરાથી અમરેલી સુધીનો મુખ્ય માર્ગ છેલ્લા લાંબા સમયથી અત્યંત જર્જરિત અને જોખમી બનતાં વાહનચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
માર્ગ પરના મોટા ખાડા અને વારંવાર સર્જાતા અકસ્માતોને કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. અગાઉ ૪૫ મિનિટમાં પૂરી થતી મુસાફરીમાં હવે દોઢ કલાક જેટલો સમય લાગે છે, જેનાથી વિદ્યાર્થીઓ, વેપારીઓ અને મુસાફરો ભારે હાલાકી ભોગવી રહ્યા છે.આ ગંભીર પરિસ્થિતિને ધ્યાને લઈ લાઠી–બાબરા યુથ કોંગ્રેસ પ્રમુખ વિજયભાઈ ઝાપડીયાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને લેખિત રજૂઆત કરી છે. તેમણે ૧૫મી ઓગસ્ટે અમરેલી મુલાકાત દરમિયાન આ માર્ગનું રૂબરૂ નિરીક્ષણ કરી ફોર-લેન કામગીરી ઝડપથી શરૂ કરવા માંગ કરી છે.








































