સુરત શહેરમાં બીઆરટીએસ બસ સંચાલન સાથે જાડાયેલી વધુ એક ગંભીર ઘટના સામે આવી છે. ભાઠે વિસ્તારમાં સિદ્ધિવિનાયક મંદિર નજીક બીઆરટીએસ બસમાં ચઢવા જતી વખતે એક યુવક અકસ્માતનો ભોગ બન્યો હતો. બસમાં મુસાફરોનો ભારે ઘસારો હોવા વચ્ચે યુવક બસમાં ચઢી રહ્યો હતો ત્યારે બસ આગળ વધી જતા તે દરવાજા પાસેથી નીચે પટકાયો હતો. આ દરમિયાન બસનું ટાયર તેના પગ પર ફરી વળતાં તેને ગંભીર ઈજા પહોંચી હતી.મળતી માહિતી પ્રમાણે, સમગ્ર ઘટના ૧૭ ઓગસ્ટના રોજ બની હતી. અકસ્માત બાદ ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર માટે હોÂસ્પટલમાં ખસેડવામાં આવ્યો હતો. છેલ્લા ચાર દિવસથી તેની સારવાર ચાલી રહી હતી. જાકે, સારવાર દરમિયાન યુવકનું મોત નીપજતાં પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.આ અકસ્માતની સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હોવાનું સામે આવ્યું છે.સીસીટીવી ફૂટેજમાં બસની આસપાસ મુસાફરોની ભીડ અને યુવક બસમાં ચઢવાનો પ્રયાસ કરતો હોવાનો ઘટનાક્રમ જાવા મળ્યો હોવાની માહિતી છે. અકસ્માત બાદ સ્થાનિક લોકોની મદદથી યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. યુવકને ગંભીર ઈજા પહોંચી હોવાથી તબીબોની દેખરેખ હેઠળ તેની સારવાર ચાલી રહી હતી.
૧૭ ઓગસ્ટના રોજ બનેલી આ ઘટનામાં ઈજાગ્રસ્ત યુવકની ચાર દિવસ સુધી સારવાર ચાલી હતી. જાકે, ૨૧ ઓગસ્ટના રોજ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હોવાની માહિતી સામે આવી છે. યુવકના મોતના સમાચાર મળતાં પરિવારજનોમાં ભારે શોકનો માહોલ છવાઈ ગયો છે. અકાળે પરિવારના સભ્યને ગુમાવતાં પરિવારજનોમાં આક્રંદ ફેલાયો છે. ઘટનાને પગલે અકસ્માત અંગે જવાબદારી નક્કી કરવા અને બસ કેવી રીતે આગળ વધી તે સહિતના મુદ્દે તપાસની જરૂરિયાત ઊભી થઈ છે.સુરતમાં બીઆરટીએસ બસની કામગીરી અને મુસાફરોની સલામતીને લઈને અગાઉ પણ અનેક વખત સવાલો ઉઠ્યા છે. ખાસ કરીને બસમાં મુસાફરો ચઢતા કે ઉતરતા સમયે બસ સંપૂર્ણપણે ઊભી રહે અને દરવાજા સુરક્ષિત રીતે બંધ થયા બાદ જ બસ આગળ વધે તે બાબત અત્યંત મહત્વપૂર્ણ છે. આ ઘટનામાં પણ યુવક બસમાં ચઢી રહ્યો હતો ત્યારે બસ આગળ કેમ વધી, બસમાં કેટલો મુસાફર ઘસારો હતો અને ડ્રાઈવર દ્વારા મુસાફરોની સ્થિતિનું ધ્યાન રાખવામાં આવ્યું હતું કે નહીં જેવા અનેક પ્રશ્નો ઊભા થયા છે. હવે સીસીટીવી ફૂટેજના આધારે સમગ્ર ઘટનાની હકીકત સામે આવે અને અકસ્માતમાં જા કોઈની બેદરકારી સાબિત થાય તો જવાબદારી નક્કી કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. યુવકના મોત બાદ પરિવારજનોમાં ભારે શોક છે. એક તરફ પરિવારજનોએ પોતાના સ્વજનને ગુમાવ્યો છે, તો બીજી તરફ સમગ્ર ઘટનામાં જા કોઈ બેદરકારી રહી હોય તો તેની તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહી થાય તેવી અપેક્ષા છે









































