સાવરકુંડલા શહેરમાં જૂની પોલીસ ફરિયાદો અને આડા સંબંધોની જાણ થઈ જવાના મનદુઃખમાં પતિએ પત્ની પર હથિયારથી હુમલો કરવાનો પ્રયાસ કરી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો બનાવ સામે આવ્યો છે. શિલ્પાબેન ઉર્ફે શીલા હરેશભાઈ બગડાએ પતિ હરેશભાઈ દેવજીભાઈ બગડા વિરુધ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ આરોપીએ અગાઉ પણ મારામારી કરી હતી અને અન્ય ફરિયાદો પણ થઈ હતી. બીજી તરફ હરેશભાઈએ પત્ની સહિત ત્રણ સામે ફરિયાદ નોંધાવી હતી. પૈસાના મુદ્દે ઝઘડો કરી ધમકી આપ્યાનો આક્ષેપ કર્યો છે. સાવરકુંડલા ટાઉન પોલીસના એએસઆઈ જે.એલ. મકવાણા વધુ તપાસ કરી રહ્યા છે.









































