નેપાળના રાસુવા ક્ષેત્રમાં ભોટેકોશી નદીમાં આવેલા ભારે પૂર પછી પરિસ્થિતિ ચિંતાજનક છે. આ કુદરતી આફતમાં ૯૫ લોકોના મોત થયાની પુષ્ટિ થઈ છે અને ૫૦૦ થી વધુ લોકો ગુમ થયા હોવાના અહેવાલ છે. પૂરની પરિસ્થિતિ વચ્ચે સોનુ સૂદે નેપાળને મદદનો હાથ લંબાવ્યો છે. મનીષા કોઈરાલાએ પણ એક પોસ્ટ શેર કરી છે.અભિનેતા સોનુ સૂદ હંમેશા જરૂરિયાતમંદોને મદદ કરવાની વાત આવે ત્યારે આગળ રહે છે. તેઓ પૂરનો સામનો કરી રહેલા નેપાળને ટેકો આપવા માટે પણ આગળ આવ્યા છે. તેમણે નેપાળના લોકોને પ્રોત્સાહન આપતા પોતાના એકાઉન્ટમાંથી એક પોસ્ટ શેર કરી.સોનુ સૂદે લખ્યું, “નેપાળ, તમે એકલા નથી. અમે ખોરાક, આશ્રય અને બધું ફરીથી બનાવવામાં મદદ કરવાની હિંમત સાથે તમારી પાસે આવી રહ્યા છીએ.”નેપાળી મૂળની લોકપ્રિય બોલિવૂડ અભિનેત્રી મનીષા કોઈરાલાએ પણ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી. તેમણે લોકોને આ પૂર દરમિયાન નેપાળ માટે પ્રાર્થના કરવાની અપીલ કરી.












































