ઉત્તર પ્રદેશના સહારનપુરમાં કલેક્ટરેટ સંકુલમાં સ્થિત એક મસ્જિદના તોડી પાડવા અંગે ટિપ્પણી કરવા બદલ પોલીસે આમ આદમી પાર્ટીના ભૂતપૂર્વ પ્રવક્તા, યુટ્યુબર અને સામાજિક કાર્યકર હુડા જરીવાલાની ધરપકડ કરી છે.પોલીસના જણાવ્યા અનુસાર, જરીવાલા સોમવારે સાંજે મસ્જિદ તોડી પાડવાનો વિરોધ કરવા સહારનપુરના સર્કિટ હાઉસ પહોંચ્યા હતા. તેમના આગમનની માહિતી મળતાં, પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને તેમને સર્કિટ હાઉસમાં પ્રવેશતા અટકાવી. ત્યારબાદ તેમની અટકાયત કરવામાં આવી અને ધરપકડ કરવામાં આવી.એડવોકેટ દુષ્યંત સિંહે સોમવારે સવારે સદર બજાર પોલીસ સ્ટેશનમાં જરીવાલા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે તેમણે મÂસ્જદ હટાવવા માટેની વહીવટી કાર્યવાહી અંગે અપમાનજનક ટિપ્પણી કરી હતી અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ વિરુદ્ધ પણ કથિત રીતે અપમાનજનક ભાષાનો ઉપયોગ કર્યો હતો.
હુદા જરીવાલાના એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે જેમાં તે કલેક્ટરેટ સંકુલમાં સ્થિત મસ્જિદના ધ્વંસ પર સવાલ ઉઠાવતી જાવા મળી રહી છે. વીડિયોમાં, તેણીએ કાર્યવાહી અંગે વહીવટીતંત્ર પર સવાલ ઉઠાવ્યા હતા અને મુસ્લિમ સમુદાયના વિરોધનો ઉલ્લેખ કર્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, વીડિયોમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ વિશે પણ વાંધાજનક ટિપ્પણીઓ હતી.ફરિયાદી દુષ્યંત સિંહે જણાવ્યું હતું કે વીડિયો સામે આવ્યા પછી, લોકો તેમના નિવેદનથી ગુસ્સે થયા હતા. તેમણે આ મામલે પોલીસ કાર્યવાહીની માંગ કરી હતી. આ ફરિયાદના આધારે, પોલીસે જરીવાલા સામે કાર્યવાહી કરી હતી. હુદા જરીવાલા આમ આદમી પાર્ટીના પ્રવક્તા રહી ચૂકયા છે અને લંડન સ્થિત મીડિયા સંગઠન માટે એન્કર તરીકે પણ કામ કરી ચૂકયા છે.અગાઉ, જમિયત ઉલેમા-એ-હિંદે સહારનપુરમાં ઐતિહાસિક કલેક્ટરેટ મસ્જિદના ધ્વંસ પછી ઉભી થયેલી પરિÂસ્થતિ અંગે નિવેદન જારી કરીને કહ્યું હતું કે ભવિષ્યની રણનીતિ પર વિચાર કરવામાં આવી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે સહારનપુર કલેક્ટરેટ સંકુલમાં સરકારી જમીન પર બનેલી મÂસ્જદ પર બુલડોઝરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, અને રાત્રે ,મસ્જિદને સીલ કર્યા પછી, વહીવટીતંત્રે સવારે તોડી પાડવાની પ્રક્રિયા શરૂ કરી હતી.








































