ડા. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિને શિક્ષક દિન નિમિત્તે પી.પી.એસ. હાઇસ્કૂલ, વંડા ખાતે ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ૪૫ જેટલા વિદ્યાર્થીઓએ એક દિવસ માટે શિક્ષકની ભૂમિકા ભજવી વર્ગખંડમાં સુંદર રીતે અધ્યાપન કાર્ય કરાવ્યું હતું. વિદ્યાર્થીઓએ આત્મવિશ્વાસપૂર્વક વર્ગનું સંચાલન કરી સૌને પ્રભાવિત કર્યા હતા. આચાર્ય સંજયભાઈ ચૌહાણે ‘વિદ્યાર્થીના જીવનઘડતરમાં શિક્ષકની ભૂમિકા’ વિષય પર માર્ગદર્શન આપ્યું હતું. પ્રવીણભાઈ ઝીંઝુવાડીયાએ ડા. રાધાકૃષ્ણનના જીવન અને શિક્ષણક્ષેત્રે યોગદાન વિશે માહિતી આપી હતી. અંતે તમામ બાળ-શિક્ષકોની પ્રશંસા કરી અભિનંદન પાઠવાયા હતા.