રાજુલા તાલુકાના કોટડી ગામે જૂની અદાવતને લઈને ચાર શખ્સોએ એક પરિવારના ઘરે ઘૂસી મારામારી કરતાં ચકચાર મચી ગઈ હતી. ફરિયાદ મુજબ, આશરે દોઢ માસ પહેલાં ફરિયાદીના ભાઈ વિજયભાઈ ગામની કિરણબેનને ભગાડી ગયા હતા. આ મામલે ફરિયાદ નોંધાયા બાદ વિજયભાઈ કોર્ટમાંથી જામીન પર છૂટ્યા હતા. આ બાબતનું મનદુઃખ રાખી મંગાભાઈ લાખાભાઈ મકવાણા,રાહુલ બટુક મકવાણા, રાજુ લાખા મકવાણા, કાંતિ મંગા મકવાણા ફરિયાદીના ઘરે ઘૂસી આવ્યા હતા. આરોપીઓએ વિજયભાઈ અંગે પૂછપરછ કરી ગાળો આપી હતી. દરમિયાન મંગાભાઈએ
આભાર – નિહારીકા રવિયા ફરિયાદીના માથામાં કુહાડીનો ઘા માર્યો હતો, જ્યારે રાહુલભાઈએ છરીના બે ઘા કર્યા હતા. રાજુભાઈને પણ છરીથી ઈજા પહોંચાડવામાં આવી હતી. અન્ય આરોપીઓએ લાકડી અને ઢીકાપાટુથી માર માર્યો હતો. બનાવમાં પરિવારજનોને ઈજા થઈ હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઈ છે.








































