તાલાલા હોમગાર્ડ યુનિટ દ્વારા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો ૭૬મો જન્મદિવસ ઉજવવામાં આવ્યો હતો. ગીર સોમનાથ જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ વિજયભાઈ ઠાકરની ઉપસ્થિતિમાં ખોડીયાર મંદિરના વિશાળ પરિસરમાં પરેડ તથા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. હોમગાર્ડ જવાનોએ નરેન્દ્રભાઈ મોદીના દીર્ઘાયુ અને ઉત્તમ સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી વિવિધ જાતના વૃક્ષોનું વાવેતર કર્યું હતું. તાલાલા યુનિટના ઇન્ચાર્જ ઓફિસર વિજયભાઈ વાજાએ કાર્યક્રમની વ્યવસ્થા સંભાળી હતી.









































