ધારીમાંથી એક સગીરાને અજાણ્યો શખ્સ બદકામ કરવાના ઈરાદે ભગાડી ગયો હતો. આ અંગે સગીરાના પિતાએ અજાણ્યા શખ્સ સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, આરોપી તેની સગીર દીકરીને લલચાવી-ફોસલાવી, લગ્ન કરવાના કે બદકામ કરવાના ઈરાદે વાલીપણામાંથી ભગાડી ગયો હતો. ધારી પોલીસ સ્ટેશનના પીએસઆઈ આર. વી. રાઠોડ વધુ તપાસ ચલાવી રહ્યા છે.










































