શું તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિન રાષ્ટ્રીયરાજકારણમાં સક્રિય રહેશે? તમિલનાડુ વિધાનસભા ચૂંટણીના ગરમાગરમ માહોલ વચ્ચે, સ્ટાલિને પોતે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. તેમણે આ અટકળોનો અંત લાવતા કહ્યું કે તેઓ પોતાની મર્યાદાઓથી વાકેફ છે. પિતા એમ કરુણાનિધિના વલણને યાદ કરતાં સ્ટાલિને કહ્યું કે તેમનું સંપૂર્ણ ધ્યાન તમિલનાડુ પર છે. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે ૨૩ એપ્રિલે યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં ડીએમકેના નેતૃત્વ હેઠળનું ગઠબંધન ૨૦૦ થી વધુ બેઠકો જીતશે.
સીએમ એમકે સ્ટાલિને કહ્યું કે સેક્્યુલર પ્રોગ્રેસિવ એલાયન્સ (એસપીએ) રાજ્યની તમામ ૨૩૪ બેઠકો પર મજબૂત જનાદેશ સાથે સત્તામાં પાછું ફરવા માટે તૈયાર છે. ડીએમકે પ્રમુખે કહ્યું કે લોકોને તેમના પક્ષ માટે “અપાર પ્રેમ અને વિશ્વાસ” છે. તેમણે કહ્યું કે આ વિશ્વાસ તેમના પાંચ વર્ષના શાસન દરમિયાન બનાવવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે દ્રવિડિયન મોડેલ ૨.૦ સરકાર સત્તામાં પાછી આવશે.
સીએમ સ્ટાલિને તેમના કાર્યકાળ દરમિયાન શરૂ કરાયેલ કલ્યાણકારી યોજનાઓ પર પણ પ્રકાશ પાડ્યો. આમાં ‘કલાઈગનાર મહિલા અધિકાર યોજના’ હેઠળ દર મહિને ?૧,૦૦૦ ની નાણાકીય સહાય, મહિલાઓ માટે મફત બસ મુસાફરી, શાળાના બાળકો માટે નાસ્તો યોજના અને ખેડૂતો માટે મફત વીજળી જાડાણનો સમાવેશ થાય છે. સીએમ સ્ટાલિને તેમના વિરોધીઓ પર પણ પ્રહારો કર્યા.
સીએમ સ્ટાલિને વધુમાં જણાવ્યું કે કોંગ્રેસ સાથે સીટ-વહેંચણી અંગે ચર્ચાઓ સૌહાર્દપૂર્ણ રહી. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ૨૦૧૯ થી જીઁછ વધુ મજબૂત બન્યું છે, જેમાં વધુ પક્ષો જાડાયા છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે ગઠબંધન પુડુચેરીમાં પણ મજબૂત પ્રદર્શન કરશે.