ડીએમકે પ્રમુખ અને તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિને, કાળા પોશાક પહેરીને, કેન્દ્ર સરકારના સીમાંકન પગલાના વિરોધમાં ગુરુવારે કાળો ધ્વજ ફરકાવ્યો. તેમણે પ્રસ્તાવિત સીમાંકન બિલની નકલ પણ સળગાવી. આ દરમિયાન, સ્ટાલિને કહ્યું કે કેન્દ્રની મોદી સરકાર વસ્તી નિયંત્રણમાં અભૂતપૂર્વ કાર્ય કરનારા દક્ષિણ રાજ્યો સામે ભારે અન્યાય કરી રહી છે.
મુખ્યમંત્રી સ્ટાલિને તેમના એકસ હેન્ડલ પર પોસ્ટ કર્યું, “સીમાંકનઃ તમિલનાડુમાં વિરોધ ફેલાયો.” મુખ્યમંત્રીએ આજે એકસ પર કહ્યું કે, “મેં કાળા કાયદાની નકલ સળગાવીને બીજી આગ સળગાવી છે જે તમિલોને તેમની પોતાની ભૂમિ પર શરણાર્થીઓમાં ફેરવે છે. આ આગ દ્રવિડ ભૂમિમાં પણ ફેલાશે. તે ભાજપના ગૌરવને ચકનાચૂર કરશે.”
મુખ્યમંત્રી સ્ટાલિને આજે પાર્ટીના કાર્યકરો અને જનતાને તેમના ઘરો સામે કાળા ઝંડા ફરકાવવાની અપીલ કરી છે. બુધવારે પાર્ટીના કાર્યકરો અને તમિલનાડુના લોકોને જાહેર કરાયેલા એક વીડિયો સંદેશમાં, સ્ટાલિને કેન્દ્ર સરકાર પર સીમાંકન બિલ દ્વારા લોકશાહી વ્યવસ્થામાં દક્ષિણ રાજ્યોના મહત્વને દૂર કરવાનું કાવતરું ઘડવાનો ગંભીર આરોપ લગાવ્યો.
વિપક્ષ પ્રસ્તાવિત સીમાંકન બિલનો વિરોધ કરી રહ્યો છે. કેન્દ્ર સરકારે તાજેતરમાં નારી શક્તિ વંદના અધિનિયમ, ૨૦૨૩ લાગુ કરવા માટે સુધારા બિલના ડ્રાફ્ટને મંજૂરી આપ્યા પછી વિરોધ વધુ તીવ્ર બન્યો છે. ચૂંટણી મોસમ દરમિયાન સંસદનું ખાસ સત્ર બોલાવવાની ઉતાવળ સામે પણ વિપક્ષે વાંધો ઉઠાવ્યો છે.
સીમાંકન બિલના વિરોધમાં તિરુચિરાપલ્લીના થેનુરમાં તમિલનાડુના મંત્રી અનબિલ મહેશ પોય્યામોઝીના નિવાસસ્થાને કાળા ઝંડા પણ ફરકાવવામાં આવ્યા છે. મહેશે કહ્યું કે કેન્દ્ર સરકાર લોકસભા બેઠકો વધારીને ૮૫૦ કરવાની યોજના બનાવી રહી છે. “એક વર્ષ પહેલા, અમારા મુખ્યમંત્રીએ દક્ષિણ રાજ્યોના મહત્વપૂર્ણ નેતાઓનું એક સંમેલન બોલાવ્યું હતું અને અમારા અવાજા રેકોર્ડ કર્યા હતા. અમે આને રાજ્યના અધિકારો હડપ કરવાના કૃત્ય તરીકે જાઈએ છીએ,” તેમણે કહ્યું. તેમણે ઉમેર્યું કે ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોમાં સંસદીય બેઠકોની સંખ્યા ૮૦ થી વધીને ૧૨૦ થશે. ડ્રાફ્ટ રિપોર્ટ હજુ સુધી વિપક્ષી પક્ષોને આપવામાં આવ્યો નથી. સંઘવાદ પર ચર્ચા થવી જાઈએ.









































