પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મહિલા અનામત બિલને સમર્થન આપ્યું છે, પરંતુ સીમાંકનનો વિરોધ વ્યક્ત કરીને મોદી સરકાર પર હુમલો કર્યો છે.ટીવી ચેનલ બાંગ્લા સાથેની એક મુલાકાતમાં, મમતા બેનર્જીએ બંગાળના ભાગલા પાડવાનું ષડયંત્ર હોવાનો આરોપ લગાવ્યો. તેમણે સનસનાટીભર્યા દાવા પણ કર્યા. તેમણે કહ્યું કે સીમાંકનના બહાને બંગાળને વિભાજીત કરવા માટે એક ઊંડા મૂળનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે.
તેમણે આને “ટુકડે-ટુકડે ગેંગ” દ્વારા ઘડવામાં આવેલ ષડયંત્ર ગણાવ્યું. ઇન્ટરવ્યૂ દરમિયાન, મમતા બેનર્જીએ દાવો કર્યો કે જીંઇ અને સીમાંકન પછી,એનઆરસી આગળ આવશે. “જા અમારી સરકાર સત્તામાં રહેશે, તો અમે ક્યારેય આવું થવા દઈશું નહીં,”
ભાજપ પર નિશાન સાધતા તેમણે કહ્યું કે ઉત્તર પ્રદેશને વિભાજીત કરવાના પ્રયાસમાં, તેઓ આખા દેશને વિભાજીત કરી રહ્યા છે. વાસ્તવમાં, આ યોગી સરકાર પર લગામ લગાવવાનો પ્રયાસ છે. તેમણે સીમાંકન અંગે ભાજપના આંતરિક સંઘર્ષો તરફ ઈશારો કર્યો. મમતાએ કહ્યું કે એસઆઇઆર એટલે ‘સ્પેશિયલ ઇન્ટેન્સવ ડિલીશન’, પરંતુ તેઓ મતદાર યાદીમાંથી લોકોના નામ કાઢી રહ્યા છે કારણ કે તેમની પાસે સીધી સ્પર્ધાનો સામનો કરવાની હિંમત નથી. મમતાએ ચૂંટણી પંચની નિષ્પક્ષતા પર પણ પ્રશ્ન ઉઠાવ્યો અને કહ્યું કે ભાજપ ચૂંટણીમાં ભાજપનો સામનો કરવાથી ડરે છે, તેથી તે વિરોધી મતદારોના નામ કાઢી નાખવા માટે ચૂંટણી પંચનો ઉપયોગ કરી રહી છે.
મમતાએ કેન્દ્ર સરકાર પર “બદલાની રાજનીતિ”નો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે આઇ-પીએસી અધિકારીની ધરપકડ અને ઉમેદવારોને મોકલવામાં આવેલી ઈડી નોટિસ તેમને ડરાવવાના પ્રયાસો છે. તેમણે કહ્યું કે ભાજપ સરકાર તેની સત્તાનો દુરુપયોગ કરી રહી છે અને ઇડી સીબીઆઇ અને આવકવેરા જેવી એજન્સીઓને તેમનો પીછો કરવા માટે તૈનાત કરી છે. ચૂંટણી જીતવા માટે કરોડો રૂપિયા પાણીની જેમ ખર્ચવામાં આવી રહ્યા છે.
મમતાએ વધુમાં કહ્યું કે ઘણા મોરચે અમારા પર હુમલાઓ થયા છતાં, અમે લોકો માટે લડતા રહીશું. તેમણે કહ્યું, “આ લડાઈમાં હું એકલી નથી. મને લોકોનો ૧૦૦ ટકા ટેકો છે.” મમતાએ કહ્યું કે તેમને વિશ્વાસ છે કે તેઓ ૨૦૨૬ની ચૂંટણીમાં સત્તા જાળવી રાખશે.










































