ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇ ભાજપ, કોંગ્રેસ અને આપે પોત પોતાના ઉમેદવારો ઉતારી દીધા છે. આ ચૂંટણી ૨૬ એપ્રિલના રોજ યોજાશે. આ વખતે ભાજપ અને કોંગ્રેસે સેલિબ્રિટીને વધુ પ્રાધાન્ય આપ્યું છે. ભાજપે સો.મીડિયા ઇન્ફ્લુએન્સર અંકિતા પરમાર, બે સિંગર નેહા સુથાર, રાજલ બારોટ, પૂર્વ આઇપીએસ મનોજ નિનામા, ડાયરા કલાકાર માયાભાઈ આહિરની પુત્રી સોનલ ડેરને મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે કોંગ્રેસ રાજકોટ મનપામાં ઇત્ન આભા અને રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબાને ટિકિટ આપી છે.
ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બેન નયનાબા જાડેજા રાજકોટ મનપાના વોર્ડ નંબર ૨ના કોંગ્રેસના ઉમેદવાર છે. તેમની પાસે ૧૭ કરોડથી વધુની મિલકત હોવાનું સામે આવ્યું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના મકનપુર ગામે તેમને વારસાઈ અથવા બક્ષીસમાં એક વિશાળ ખુલ્લો પ્લોટ મળેલો છે, જેની વર્તમાન બજાર કિંમત આશરે ૧૧ કરોડ જેટલી થાય છે. ભાઈ સાથેના જાઈન્ટ એકાઉન્ટમાં ૫.૭૫ કરોડની ફિક્સ ડિપોઝિટમાં તેમનો અડધો ભાગ છે. મ્યુચ્યુઅલ ફંડમાં ૬૦ લાખથી વધુનું જંગી રોકાણ કરવામાં આવ્યું છે. ઘરેણાંમાં ૨૦૦ ગ્રામ એટલે કે ૨૦ તોલા સોનું હોવાનો પણ સોગંદનામા ઉલ્લેખ છે.
ડાયરા કલાકાર માયાભાઈ આહીરની પરણિત પુત્રીને ભાજપે લાઠી તાલુકા પંચાયતમાં મેદાનમાં ઉતારી છે. સોનલ આહિર (ડેર)ચાવંડ બેઠક પરથી ટિકિટ મળી છે. સોનલ ડેરે ૩૫ લાખનું ૪૪ તોલા સોનુ છે કારની વાત કરીએ તો ૫ લાખની ઓડી, ૧૦ લાખની ઓરા હુન્ડાઇ કાર છે. ચાવંડ ગામમાં ૨૦ લાખની જમીન સહિતની મિલકતો દર્શાવી છે.
શામળાજી તાલુકાની હાઈ-પ્રોફાઈલ ગણાતી ઓડ જિલ્લા પંચાયત બેઠક પરથી પૂર્વ આઇપીએસ મનોજ નિનામા ભાજપના ઉમેદવાર છે. ઉમેદવારી સમયે કરેલા સોગંદનામા મુજબ તેના પત્નીના નામ ગાંધીનગરના સરગાસણમાં ૧.૪૦ કરોડનો ફ્લેટ છે. તેમની દીકરી નિધિના નામે કુડાસણમાં ૮૦ લાખની કોમર્શિયલ પ્રોપર્ટી છે. આ ઉપરાંત તેમની પાસે એક રિવોલ્વર અને એક બંધૂક છે.
ભાજપે સિંગર રાજલ બારોટને ઉના નગરપાલિકાના વોર્ડ નં-૭માંથી ટિકિટ આપી છે. તેણે સોગંદનામામાં અમદાવાદના વૈષ્ણોદેવી સર્કલ પાસે ૭૦ લાખનો ૨ બીએચકે ફ્લેટ છે. તેની પાસે ૧૭ લાખની એકસયુવી ૭૦૦ કાર છે. જ્યારે તેના પતિ અલ્પેશ બાંભણિયા પાસે ૧.૪૦ કરોડની જમીન છે.
મહેસાણા જિલ્લાના વિજાપુરથી ૧૫ કિમી દૂર આવેલા સરદારપુર ગામની વતની અને સિંગર નેહા સુથારને ભાજપે વિજાપુર તાલુકા પંચાયતની ફૂદેડા સીટ પરથી મેદાનમાં ઉતારી છે. અડાલજમાં ૨૦ લાખનો ફ્લેટ અને ૯ લાખનું ૬ તોલા સોનું છે.