બગસરા-અમરેલી બાયપાસ પર જેઠીયાવદર ગામના રસ્તેથી કારમાં વિદેશી દારૂ અને બિયરનો જથ્થો મળી આવ્યો હતો. બગસરામાં રહેતા અને ઇમિટેશનનો ધંધો કરતા યુવરાજભાઇ અરવિંદભાઇ ધકાણ કાર લઈને પસાર થતા હતા, ત્યારે પોલીસે તેમને અટકાવી તલાશી લેતા ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની બોટલો તથા બિયરના ટીન મળી આવ્યા હતા. પોલીસે કુલ રૂ. ૧,૦૭,૮૯૨નો પ્રોહિબિશન મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
આ સિવાય જિલ્લામાં વિવિધ સ્થળોએથી નશો કરેલી હાલતમાં ૧૨ શખ્સો અને દેશી દારૂ સાથે ૬ લોકો ઝડપાયા હતા.









































