અક્ષય તૃતીયા અને ભૂદેવોના આરાધ્ય દેવ ભગવાન પરશુરામની જન્મજયંતી નિમિત્તે ધોરાજી સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા ભક્તિસભર ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે સંદીપભાઈ શુક્લની નિશ્રામાં વેદોક્ત મંત્રોચ્ચાર સાથે પૂજન વિધિ સંપન્ન થઈ હતી.વિશેષ પરંપરા મુજબ, વંદિતભાઈ શુક્લના સહયોગથી ધોરાજીમાં વસતા તમામ ૫૦૦ બ્રહ્મ પરિવારો માટે શુદ્ધ ઘીના લાડુનો પ્રસાદ તૈયાર કરવામાં આવ્યો હતોઉપરાંત, બ્રહ્મ સમાજની વાડી ખાતે ભગવાન પરશુરામજીની સમૂહ આરતી અને પૂજનના કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં જ્ઞાતિજનો જોડાઈ ધન્યતા અનુભવી હતી.