ભુજ નગરપાલિકામાં એઆઇએમઆઇએમની એન્ટ્રી થઈ છે. આખા ગુજરાતમાં બીજે ક્યાય નહીં પણ ભુજ નગરપાલિકામાં વોર્ડ નંબર-૧માં એઆઇએમઆઇએમની આખી પેનલ જીતી ગઈ છે. આમ ગુજરાતના રાજકારણમાં હવે એઆઇએમઆઇએમની એન્ટ્રી થઈ છે. આમ ગુજરાતના રાજકારણમાં હવે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ઉપરાંત નવું જ રાજકીય પરિબળ ઉમેરાયું છે. આમ ગુજરાતનું રાજકારણ આગામી દિવસોમાં ત્રિકોણીય જંગથી ચતુષ્કોણીય બનશે તો આશ્ચર્ય નહીં થાય.