સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત અમરેલી જિલ્લાના મોટા આંકડિયા ગામે લોકશાહીના પર્વને અનોખી રીતે ઉજવાયો. જિલ્લા પંચાયતના ઉમેદવાર ડેનીભાઈ પરમારે ગામના નાગરિકો સાથે સામૂહિક રીતે મતદાન કર્યું. આ પ્રસંગે પ્રદેશ ભાજપના ડીબેટ પેનાલિસ્ટ શૈલેષ પરમાર પણ હાજર રહ્યા હતા.ગામમાં ઢોલ-નગારાં અને શરણાઈના નાદ સાથે મતદાતાઓ ઉત્સાહપૂર્વક મતદાન કેન્દ્ર સુધી પહોંચ્યા હતા. યુવાનો, મહિલાઓ અને વડીલો સહિત તમામ વર્ગના લોકોએ મતદાનમાં ભાગ લીધો હતો.આ રીતે સામૂહિક મતદાન દ્વાર લોકશાહીનું મહત્વ ઉજાગર કરવામાં આવ્યું હતું.








































