આણંદ ખાતે યોજાયેલ રાજ્ય કક્ષાના ગણિત-વિજ્ઞાન પ્રદર્શન ૨૦૨૬માં શ્રી કોલડા પ્રાથમિક શાળાની કૃતિએ સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી શાળા અને જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. આ સફળતા સાથે આ કૃતિ હવે નેશનલ કક્ષાની સ્પર્ધા માટે પસંદગી પામી છે.શાળાના બાળ વૈજ્ઞાનિકો માંજરીયા રુદ્રરાજ અને મકવાણા પ્રિન્સ દ્વારા તૈયાર કરાયેલ આ કૃતિ પાછળ ગણિત-વિજ્ઞાન શિક્ષક વિજયભાઈ પાનશેરિયાનું માર્ગદર્શન અને વિજ્ઞાન સલાહકાર રાજુભાઈ મહેતાનો સિંહફાળો રહ્યો છે. આચાર્ય હસમુખભાઈ જુલાસણાના નેતૃત્વમાં શાળાના તમામ શિક્ષકો અને વાલીઓના સહયોગથી આ સિદ્ધિ હાંસલ થઈ છે. આ ભવ્ય સફળતા બદલ સમગ્ર ગામમાં આનંદનો માહોલ છે. નેશનલ કક્ષાએ પણ આ વિદ્યાર્થીઓ શ્રેષ્ઠ પ્રદર્શન કરી રાજ્યનું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.










































