બેંગલુરુમાં બોરિંગ અને લેડી કર્ઝન હોસ્પિટલ નજીક એક કમ્પાઉન્ડ દિવાલ પડવાથી ત્રણ બાળકો સહિત ઓછામાં ઓછા સાત લોકોના મોત થયા હતા. સાત લોકો ઘાયલ થયા હતા અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ સ્થળની મુલાકાત લીધી અને બાદમાં હોસ્પિટલમાં દાખલ દર્દીઓ સાથે મુલાકાત કરી. મુખ્યમંત્રી કાર્યાલયે સાત લોકોના મોતની પુષ્ટિ કરી છે.
મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ બેંગલુરુમાં હોસ્પિટલની દિવાલ ધરાશાયી થવાના કારણે માર્યા ગયેલા લોકોના પરિવારજનોને ૫ લાખનું વળતર આપવાની જાહેરાત કરી છે. મુખ્યમંત્રીએ આ ઘટનાની તપાસના આદેશ પણ આપ્યા છે. મુખ્યમંત્રીએ કહ્યું કે આ ઘટનામાં સાત અન્ય ઘાયલ થયા છે. તેમણે કહ્યું કે ઘાયલો ખતરાની બહાર છે.
દરમિયાન, નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમારે કહ્યું, “મેં પોલીસ કમિશનર સાથે વાત કરી છે, તેથી મેં મારી બેઠક ટૂંકી કરી છે અને તાત્કાલિક ઘટનાસ્થળે જઈ રહ્યો છું. હું જોઈશ કે આપણે કેવી રીતે મદદ કરી શકીએ અને શું કરવાની જરૂર છે.”
પોલીસે જણાવ્યું કે બોરિંગ અને લેડી કર્ઝન હોસ્પિટલમાં અકસ્માત થયો. ભારે વરસાદ અને ભારે પવનને કારણે, સાત પીડિતોએ દિવાલ પાસે આશ્રય લીધો હતો જ્યારે તે અચાનક તૂટી પડી. કાટમાળ નીચે દટાઈ જવાથી ઘટનાસ્થળે જ સાત લોકોના મોત થયા. પોલીસના જણાવ્યા અનુસાર, બધા સાત મૃતકો શેરી વિક્રેતા હતા. ઘટનાની માહિતી મળતા જ પોલીસ અને કટોકટી સેવાના કર્મચારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા અને સ્થાનિક રહેવાસીઓની મદદથી કાટમાળમાંથી મૃતદેહો બહાર કાઢ્યા હતા.
આ દરમિયાન, કર્ણાટકમાં,ઉડુપી જિલ્લામાં રાષ્ટÙીય ધોરીમાર્ગ પર મુસાફરોને લઈ જતી એક બસ રસ્તાની બાજુમાં આવેલા ટેન્કર સાથે અથડાઈ હતી. આ ટક્કરમાં ત્રણ લોકોના મોત થયા હોવાનું અને અનેક લોકો ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ અકસ્માત બાયંદૂર તાલુકાના ત્રાસી બીચ નજીક થયો હતો. તેમણે જણાવ્યું હતું કે જ્યારે આ ઘટના બની ત્યારે બસ મુરુદેશ્વરથી ઉડુપી જઈ રહી હતી. તેમાં લગભગ ૪૭ મુસાફરો સવાર હતા.








































