અમરેલી જિલ્લાના ધારી રોડ પર મોડી રાત્રે પ્રકૃતિનું એક અદભૂત દૃશ્ય સર્જાયું હતું જેમાં એકસાથે આઠ સિંહણોનું ટોળું રસ્તો ઓળંગતું જોવા મળ્યું હતું. આ સમયે ત્યાંથી પસાર થતા એક જેસીબી ચાલકે સમયસૂચકતા વાપરી આ દૃશ્યો મોબાઈલમાં કેદ કર્યા હતા. સિંહણોની આ શાહી ચાલ જોઈને વાહનચાલકો થંભી ગયા હતા. હાલમાં આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.










































