રાજુલા પોલીસ સ્ટેશન દ્વારા એક મહત્વની સફળતા મેળવતા નવાબંદર મરીન પોલીસ મથકના વણઉકેલાયેલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી નાખવામાં આવ્યો છે. નાયબ પોલીસ અધીક્ષક નયના ગોરડીયાના માર્ગદર્શન હેઠળ પો.ઇન્સ. વી.એમ.કોલાદરાની સૂચનાથી સર્વેલન્સ સ્ટાફે ચોક્કસ બાતમીના આધારે રાજુલા ટાઉનમાંથી ‘દુડી’ તરીકે ઓળખાતા મેહુલ મથરુભાઇ વાઘેલાને ઝડપી પાડ્‌યો છે. આ શખ્સ પાસેથી રૂપિયા ૧૦,૦૦૦ ની કિંમતનું હીરો સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ કબજે કરવામાં આવ્યું છે. પકડાયેલ આરોપી હિસ્ટ્રીશીટર હોવાનું અને અગાઉ પણ અનેક ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. હાલ પોલીસે મુદ્દામાલ સાથે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.