ગુજરાત રાજ્યમાં લાંબા સમયથી રાહ જાવાતી વસ્તી ગણતરી પ્રક્રિયાનો પ્રારંભ આવનાર જૂન મહિનાથી થવાનો છે. આ પ્રક્રિયા દેશ માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે કારણ કે તે આધારે વિવિધ સરકારી યોજનાઓ, વિકાસ કાર્યો અને સંસાધનોનું વિતરણ નક્કી કરવામાં આવે છે. અગાઉ ૨૦૧૧માં છેલ્લી વસ્તી ગણતરી કરવામાં આવી હતી અને નિયમ મુજબ ૨૦૨૧માં નવી ગણતરી થવાની હતી. પરંતુ કોવિડ-૧૯ મહામારીને કારણે તે મુલતવી રાખવામાં આવી હતી. હવે પરિસ્થિતિ સામાન્ય બનતાં ૨૦૨૬-૨૭ દરમિયાન આ મહ¥વપૂર્ણ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. રાજ્યના નાગરિકોમાં આ અંગે જાગૃતિ લાવવા માટે પણ સરકાર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
આ વસ્તી ગણતરી બે તબક્કામાં કરવામાં આવશે. પ્રથમ તબક્કામાં “હાઉસલિÂસ્ટંગ” પ્રક્રિયા થશે. જેમાં દરેક ઘરની મૂળભૂત માહિતી એકત્ર કરવામાં આવશે. સરકારી કર્મચારીઓ ડોર ટુ ડોર જઈને દરેક પરિવાર પાસેથી માહિતી લેશે. દરેક પરિવારને લગભગ ૩૩ સવાલો પૂછવામાં આવશે. જેમાં ઘરના સભ્યોની સંખ્યા, શિક્ષણ, રોજગાર, રહેઠાણની સ્થિતિ જેવી વિગતો સામેલ રહેશે. આ તબક્કો ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે તે આધાર પર બીજા તબક્કાની મુખ્ય વસ્તી ગણતરી કરવામાં આવશે. સરકારે કર્મચારીઓને યોગ્ય તાલીમ પણ આપી છે જેથી માહિતી સચોટ રીતે એકત્ર થઈ શકે.
ખાસ વાત એ છે કે ડોર ટુ ડોર પ્રક્રિયા શરૂ થાય તે પહેલાં નાગરિકોને પોતાની માહિતી જાતે જ નોંધાવવાની તક પણ આપવામાં આવશે. આ માટે ઓનલાઈન અથવા અન્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. જેથી લોકો સરળતાથી અને ઝડપથી પોતાની માહિતી આપી શકે. બીજા તબક્કામાં મુખ્ય વસ્તી ગણતરી થશે. જેમાં સમગ્ર રાજ્યની જનસંખ્યા અને તેની વિગતવાર માહિતી તૈયાર કરવામાં આવશે. સરકાર દ્વારા નાગરિકોને સહકાર આપવા અપીલ કરવામાં આવી છે, કારણ કે સાચી માહિતી દેશના વિકાસ માટે ખૂબ જ જરૂરી છે. આ વસ્તી ગણતરીથી રાજ્યના વિકાસને વધુ ગતિ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.









































