બનાસકાંઠાના સાંસગ ગેનીબેન ઠાકોર પર ‘પલ્લુ’ વિશે ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ કરેલી ટિપ્પણીનો વિવાદ શમવાનું નામ નથી લઈ રહ્યો. હવે લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધી અને કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધીએ એકસ પર પોસ્ટ કરીને જગદીશ વિશ્વકર્માના નિવેદન પર વિરોધ વ્યક્ત કર્યો છે.
રાહુલ ગાંધીએ એકસ પર પોસ્ટ કરીને લખ્યું કે, ગુજરાતના ભાજપ અધ્યક્ષે આપણા કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોર સામે અપમાનજનક ટિપ્પણી કરી છે. “નારી વંદન”નું માસ્ક ઉતરી ગયું છે. આ ફક્ત શરમજનક નથી – તે ભાજપના મનુવાદી, મહિલા વિરોધી વિચારધારાનો સાચો ચહેરો છે. શું આ ભાજપનું “નારી વંદન” છે? શું આ મહિલાઓને સશક્ત બનાવશે? આ આપશે અધિકા?
તેમણે આગળ લખ્યું, તેઓ સત્તાને પડકારવાની હિંમત કરતી મહિલાઓને સહન કરી શકતા નથી અને એક જ ક્ષણમાં, તેમની વિકૃત માનસિકતા ખુલ્લી પડી જાય છે. કોંગ્રેસના મહિલા સાંસદો દ્વારા ઉઠાવવામાં આવેલા પ્રશ્નોથી ડરી ગયેલા વડા પ્રધાન સંસદમાંથી ભાગી ગયા છે. મોદીજી પોતે કહે છે, “†ી બીજું બધું ભૂલી શકે છે, પણ તે ક્યારેય અપમાન ભૂલતી નથી” – છતાં ભાજપ પોતે આ સત્ય ભૂલી ગયું છે. મહિલા વિરોધી ભાજપે આ યાદ રાખવું જાઈએઃ ગુજરાતની મહિલાઓ સહિત સમગ્ર દેશની મહિલાઓ દરેક અપમાનનો જારદાર જવાબ આપશે.
કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધીએ પણ લખ્યું- ગુજરાત ભાજપ પ્રમુખ દ્વારા કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને સાંસદ ગેનીબેન ઠાકોર વિરુદ્ધ કરવામાં આવેલી અપમાનજનક ટિપ્પણી અત્યંત શરમજનક અને અપમાનજનક છે. એક તરફ, ભાજપ સરકાર સંસદમાં પણ મહિલાઓ પર પાયાવિહોણા આરોપો લગાવીને તેમનું અપમાન કરે છે; બીજી તરફ, તેમના નેતાઓ અપમાનજનક ટિપ્પણીઓ દ્વારા મહિલાઓનું અપમાન કરે છે. ભાજપ સતત આવા વ્યક્તિઓને રક્ષણ આપે છે. મહિલા વિરોધી ભાજપના રાજકીય “નારી વંદન” પાછળની આ સાચી વાસ્તવિકતા છે. હું તમારા સંઘર્ષને જાણું છું અને તમારી સાથે ઊભી છું. અમને બધાને તમારી હિંમત પર ગર્વ છે.
પાલનપુરના ચડોતર ખાતે યોજાયેલા વિજય વિશ્વાસ સંમેલનમાં ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ગેનીબેન ઠાકોર અંગે નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, નારી વંદના અધિનિયમ અંતર્ગત તમે દેશની ૭૦ કરોડ મહિલાઓનું જે અપમાન કર્યું છે એ બનાસની બહેનો ક્યારેય નહીં ભૂલે. આગામી દિવસોમાં તેનો કરારો જવાબ આપતા અમારી માતા-બહેનોએ તમારા ગઢમાંથી તમારી સીટો તમારી સાડીના પલ્લુમાંથી આંચકી લીધી છે.
તો ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ આપેલા નિવેદન મામલે ગેનીબેન ઠાકોરે કહ્યું કે, તેઓ બનાસકાંઠાના પુત્ર તરીકે વાત કરતા હોય તો તેમને બનાસકાંઠાની જનતાનું અપમાન કર્યું છે, તેમને માફી માગવી જાઈએ. જા તેમને તેમની સત્તાનો બહુ પાવર હોય તો તેમણે ૨૦૨૭ની વિધાનસભાની ચૂંટણી બનાસકાંઠાથી લડવી જાઈએ. હું પણ મોવડી મંડળને વિનંતી કરું છું કે, જ્યાં જગદીશ વિશ્વકર્મા ચૂંટણી લડે ત્યાં જ મને ટિકિટ આપે.ગેનીબેને આગળ કહ્યું, મને ટિકિટ નહીં મળે તો અમારો કોઈ પણ કોંગ્રેસનો ઉમેદવાર જગદીશ વિશ્વકર્માની સામે ચૂંટણી લડવા માટે તૈયાર છે, અને સક્ષમ છે. તેમને જે શબ્દો ઉચ્ચાર્યા છે જે અપમાન કર્યું છે. ત્યારે બનાસકાંઠાનું પાણી શું છે તે તેમને પ્રજા બતાવશે. તેમણે વધુમાં કહ્યું, ઊંચા સ્થાન પર બેસીને આ પ્રકારના નિવેદન તેમની માનસિકતા છતી કરે છે. હું ઓબીસી મહિલાઓ માટે આરક્ષણની વાત કરું છું. જ્યારે ભાજપના ઓબીસી નેતાને ઓબીસી હોવાનો કેટલું ગૌરવ છે તે આ વાત પરથી નક્કી થાય છે.









































