અમરેલી શહેરની પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સે વર્ષ ૨૦૨૬ના ધોરણ ૧૨ સાયન્સના પરિણામોમાં નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. સંસ્થાના વિદ્યાર્થીઓએ બોર્ડ તથા ગુજકેટ પરીક્ષામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરતાં અમરેલી જિલ્લામાં પ્રથમ સ્થાન મેળવી સંસ્થાનું નામ રોશન કર્યું છે.
બોર્ડ પરીક્ષામાં રાજપરા જીલે ૬૫૦ માંથી ૬૨૪ ગુણ મેળવી જિલ્લામાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. તે ઉપરાંત ગુજકેટ પરીક્ષામાં હોથી મંથને અને સતાસિયા દિશાંતે ૧૨૦ માંથી ૧૨૦ ગુણ મેળવી ગુજરાત રાજ્યમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે, જે સંસ્થાની શૈક્ષણિક ગુણવત્તાનો પુરાવો આપે છે.
સાયન્સ મેરિટમાં પણ હોથી મંથને ૩૦૦ માંથી ૨૯૬ ગુણ મેળવી અમરેલી જિલ્લામાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. આ સાથે જિલ્લાના કુલ ૧૮ પૈકી આ સંસ્થાના ૧૨ વિદ્યાર્થીઓએ છ-૧ ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. વિગતો મુજબ, સાયન્સમાં કુલ ૨૩૦ વિદ્યાર્થીઓમાંથી ૨૨૫ વિદ્યાર્થીઓ સફળ થયા છે. ગુજકેટ પરીક્ષામાં ૧૦૦થી વધુ ગુણ મેળવનાર ૩૯ વિદ્યાર્થીઓ અને સાયન્સમાં છ૧ ગ્રેડ (૩૦૦ માંથી ૨૭૦થી વધુ ગુણ) મેળવનાર ૩૯ વિદ્યાર્થીઓ સંસ્થાની સિદ્ધિને વધુ મજબૂત બનાવે છે.૧૨ કોમર્સમાં કુલ ૧૨૮ માંથી ૧૨૭ સફળ થયા છે.૧૫ વિદ્યાર્થીઓએ છ૧ ગ્રેડ અને ૩૬ વિદ્યાર્થીઓએ છ૨ ગ્રેડ પ્રાપ્ત કર્યો છે.શાળાનું ૯૮ ટકા પરિણામ આવ્યું છે.
આ ભવ્ય પરિણામ પાછળ સંસ્થાના સંચાલકો , શિક્ષકોનું માર્ગદર્શન, વિદ્યાર્થીઓની મહેનત અને માતા-પિતાનો સહયોગ મુખ્ય કારણ માનવામાં આવે છે. મયૂરભાઈ ગજેરા, નિલેશભાઈ ગજેરા અને પ્રહલાદભાઈ વામજા સહિતના સંચાલકમંડળે તમામ સફળ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી છે.







































