દિલ્હી-એનસીઆર સહિત દેશભરમાં હવામાન ઝડપથી બદલાઈ રહ્યું છે. ઠંડી ઝડપથી વધી રહી છે. ચક્રવાતી તોફાન અક્વાનને કારણે આ દિવસોમાં ઘણા રાજ્યોમાં વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે શનિવારે ૧૮ રાજ્યોમાં વરસાદની આગાહી કરી છે. બંગાળની ખાડીમાં ઉદ્ભવેલું ચક્રવાત અક્વાન ભલે નબળું પડી ગયું હોય, પરંતુ તેની અસર હજુ સુધી સમાપ્ત થઈ નથી. આ સિસ્ટમ ઉત્તર-ઉત્તરપૂર્વ દિશામાં આગળ વધી રહી છે. તેની અસરને કારણે દેશના ઘણા ભાગોમાં વરસાદ પડશે. ૨૧ થી ૨૩ અને ૨૬ નવેમ્બર દરમિયાન, તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ, યાનમ, કેરળ, માહે અને રાયલસીમામાં છૂટાછવાયા વરસાદની અપેક્ષા છે, અને ૨૩ થી ૨૬ નવેમ્બર દરમિયાન કર્ણાટકમાં છૂટાછવાયા વરસાદની અપેક્ષા છે. દેશના અન્ય ભાગોમાં હવામાન કેવું રહેશે તે જાણો.
દિલ્હી-એનસીઆરમાં ઠંડીનું મોજું તીવ્ર બની રહ્યું છે. આજથી, આગામી ત્રણ દિવસ, એટલે કે, ૨૧ અને ૨૨ નવેમ્બર સુધી, આકાશ થોડું વાદળછાયું રહેશે. ધુમ્મસ પણ છવાઈ શકે છે. જાકે, ૨૩ નવેમ્બરે દિલ્હી-દ્ગઝ્રઇ માં હવામાન સ્વચ્છ રહેશે. હાલમાં દિલ્હીમાં વરસાદની કોઈ શક્યતા નથી. શનિવારે દિલ્હીમાં આકાશ વાદળછાયું રહેશે. હવામાન વિભાગ અનુસાર, દિલ્હીમાં મહત્તમ તાપમાન ૨૫ થી ૨૭ ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન ૧૩ થી ૧૫ ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેવાની ધારણા છે. આગામી બે દિવસ હરિયાણા, ચંદીગઢ, દિલ્હી અને પંજાબમાં ગાઢ ધુમ્મસ છવાયેલું રહેશે.
૨૨ નવેમ્બરે ઉત્તર પ્રદેશના કેટલાક ભાગોમાં છૂટાછવાયા વરસાદની આગાહી છે. જોકે, પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં હવામાન શુષ્ક રહેશે. ઉત્તર પ્રદેશના કેટલાક ભાગોમાં ગાઢ ધુમ્મસ જાવા મળશે, જે રવિવાર સુધી ચાલુ રહેશે.
૨૨ અને ૨૩ નવેમ્બરે બિહારના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી છે, સાથે ૩૦ થી ૪૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, શનિવારે દેશના પૂર્વીય ભાગોમાં વરસાદની અસર અનુભવાઈ શકે છે. હવામાન વિભાગે બિહારના લોકોને વરસાદ, વાવાઝોડા અને વીજળીને ધ્યાનમાં રાખીને સાવધાની રાખવા વિનંતી કરી છે. ઝારખંડમાં પણ અક્વાનની અસરને કારણે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે.
૨૨ નવેમ્બરે પશ્ચિમ બંગાળ અને ઝારખંડના ઘણા ભાગોમાં ચક્રવાત અક્વાન ભારે વરસાદ લાવે તેવી શક્યતા છે. સિક્કિમના કેટલાક વિસ્તારોમાં પણ ભારે વરસાદની આગાહી છે, જ્યારે ઓડિશામાં આજે હળવો વરસાદ પડી શકે છે. જાકે, હવામાન વિભાગે આસામ અને મેઘાલયના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે.









































