લીલીયા તાલુકામાં સમાવિષ્ટ કુલ આઠ મહેસૂલી સેજામાં તલાટીઓની ફરજ માટે દિવસવાર સ્થળો નક્કી કરવામાં આવ્યાં છે. લીલીયા મોટા, ભોરીંગડા, નાના લીલીયા, હાથીગઢ, ગુંદરણ, સલડી, આંબા અને ક્રાંકસ સેજાના મહેસૂલી તલાટીઓ સોમવારથી બુધવાર સુધી પોતાના નિયત મુખ્ય મથકે હાજર રહેશે. ગુરુવારે તમામ સાત સેજાના તલાટીઓ મામલતદાર કચેરી, લીલીયા ખાતે હાજર રહી કામગીરી કરશે. જ્યારે શુક્રવાર અને શનિવારે સેજાનાં ગામોમાં ક્ષેત્રિય કામગીરી માટે ઉપસ્થિત રહેશે. આ વ્યવસ્થા દ્વારા મહેસૂલી કામગીરી માટે આવતા નાગરિકોને તલાટીઓની હાજરી અંગે સરળતાથી માહિતી મળી રહેશે. આ અંગે લીલીયા મામલતદારની યાદીમાં જાણ કરવામાં આવી છે.