લાઠીના મુળીયાપાટ ગામે એક મહિલાને ગાળો બોલીને ટાંટીયા ભાગી નાખવાની ધમકી આપવામાં આવી હતી. બનાવ અંગે સંતોકબેન મોહનભાઈ મારુ (ઉં.વ. ૬૫)એ હરજીભાઈ પ્રેમજીભાઈ મારુ તથા પાલુબેન હરજીભાઈ મારુ સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ તેઓ પોતાની વાડીમાં બેઠા હતા તે દરમિયાન બંને આરોપીઓએ આવીને કહ્યું કે, ‘તમે બંને જણા શેઢાના ખૂંટા ફેરવી નાખો છો.’ જેથી તેમણે આરોપીઓને કહ્યું કે, ‘અમે ખૂંટા ફેરવતા નથી.’ જેથી બંને આરોપીઓને સારું નહીં લાગતાં જેમ આવે તેમ ભૂંડી ગાળો આપી હતી. ઉપરાંત ઢીકાપાટુનો માર માર્યો હતો તેમજ ટાંટીયા ભાંગી નાખી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સામા પક્ષે હરજીભાઈ પ્રેમજીભાઈ મારુ (ઉં.વ. ૬૦)એ મોહનભાઈ પ્રેમજીભાઈ મારુ તથા સંતોકબેન મોહનભાઈ મારુ સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ તેઓ તથા તેમની પત્ની પોતાની વાડીએ હાજર હતા તે દરમિયાન બંને આરોપીઓએ તેમને ‘રસ્તામાં બોરડી કેમ નાખી છે?’ તેમ કહી બોલાચાલી કરી હતી. જેથી તેમણે ગાળો આપવાની ના પાડતાં ટાંટીયા ભાગી નાખવાની ધમકી આપી હતી.






































