તાજેતરમાં યોજાયેલ વિદ્યા સહાયક ભરતી પ્રક્રિયામાં સફળતા મેળવનાર આલિદર ગામની ૧૮ દીકરીઓનું આલિદર સેવા સહકારી મંડળી દ્વારા સન્માન સમારોહ યોજાયો હતો. દીકરીઓની શૈક્ષણિક સિદ્ધિને બિરદાવવાના આ પ્રયાસથી ‘બેટી બચાવો, બેટી પઢાવો’ના સંદેશને સાર્થક કર્યો હતો. કાર્યક્રમમાં કોડીનાર નગરપાલિકાના ઉપપ્રમુખ શિવાભાઈ સોલંકી, મંડળીના પ્રમુખ હમીરભાઈ અરજણભાઈ વૈંશ, શારદાબેન બાંભણિયા, જીતુભાઈ બારડ, સરપંચ અમરસિંહભાઈ વાંઝા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.






































