યુએસમાં મધ્યસત્ર ચૂંટણીઓ ૩ નવેમ્બરના રોજ યોજાવાની છે, અને ચૂંટણી પહેલા, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક અનોખી જાહેરાત કરી છે. ટ્રમ્પે તેમના ટ‰થ સોશિયલ મીડિયા હેન્ડલ પર પોસ્ટ કરી હતી, જેમાં જણાવ્યું હતું કે જે કોઈ પણ છેલ્લી ચૂંટણી અથવા આગામી ૨૦૨૬ ની મધ્યસત્ર ચૂંટણીમાં મતદાર છેતરપિંડીના ગુનેગારોની ધરપકડ અને દોષિત ઠેરવવા માટે માહિતી પ્રદાન કરશે તેને ૧ મિલિયનનું ઇનામ મળશે. ટ્રમ્પનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે અમેરિકન રાજકારણમાં ચૂંટણી પારદર્શિતા, વહીવટી કામગીરી અને કોંગ્રેસના નિયંત્રણ અંગે તીવ્ર ચર્ચા ચાલી રહી છે.છેલ્લી ચૂંટણી અથવા આગામી ૨૦૨૬ ની મધ્યસત્ર ચૂંટણીઓમાં મતદારોની છેતરપિંડીની જાણ કરનાર કોઈપણ વ્યક્તિને ગુનેગારોની ધરપકડ અને સજા માટે ૧,૦૦૦,૦૦૦ નું ઇનામ મળશે! આ બાબત પર ધ્યાન આપવા બદલ આભાર. રાષ્ટÙપતિ ડોનાલ્ડ જે. ટ્રમ્પ






































