રાજકોટના હિરાસર સ્થિત ઇન્ટરનેશનલ ઍરપાર્ટના કાર્ગો સેક્ટરમાં પાણીના લીકેજની સમસ્યાને કારણે છેલ્લા બે દિવસથી કામગીરી ખોરવાઈ છે. પાઇપલાઇનમાંથી સતત પાણી લીક થવાથી કાર્ગો ફ્લોર પર પાણી ભરાઈ ગયું છે. પાણી ઈલેક્ટ્રીક બોર્ડ સુધી પહોંચતાં શોર્ટ સર્કિટનું જાખમ ઊભું થયું છે. કર્મચારીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કામગીરી અટકાવવી પડી છે. પરિણામે ઈન્ડિગો એરલાઇન્સનો આશરે બે લાખ રૂપિયાની કિંમતનો ચાર ટન માલ લોડ થઈ શક્યો નથી.પ્રાપ્ત વિગતો અનુસાર, રાજકોટ ઇન્ટરનેશનલ ઍરપાર્ટના કાર્ગો સેક્ટરમાં પાઇપલાઇનમાંથી પાણી લીક થવાને કારણે ફ્લોર પર પાણી ફરી વળ્યું છે. પાણી વીજળીના બોર્ડ સુધી પહોંચી જતાં શોર્ટ સર્કિટ થવાની આશંકા ઊભી થઈ છે. આવી સ્થિતિ કર્મચારીઓ માટે જાખમ ઊભું થઈ શકે તેમ હોવાથી કાર્ગો કામગીરી અટકાવવામાં આવી છે. લીકેજની સમસ્યાને કારણે છેલ્લા બે દિવસથી કાર્ગો લોડિંગની કામગીરી પર અસર પડી છે. ઈન્ડિગો એરલાઇન્સનો આશરે ચાર ટન માલ, જેની કિંમત અંદાજે બે લાખ રૂપિયા હોવાનું જણાવાયું છે, તે લોડ થઈ શક્યો નથી.
કાર્ગો સેક્ટરમાં સર્જાયેલી સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા અને સુરક્ષિત વાતાવરણમાં કામગીરી ફરી શરૂ કરવા માટે ઍરપાર્ટ આૅથોરિટી સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. જાકે, બે દિવસથી લીકેજની સમસ્યા યથાવત્ રહેતાં કાર્ગો કામગીરી અને કર્મચારીઓની સુરક્ષાને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.રાજકોટ ઇન્ટરનેશનલ ઍરપાર્ટનું નિર્માણ આશરે ૨,૬૫૪ કરોડ રૂપિયાના ખર્ચે કરવામાં આવ્યું છે. આટલા મોટા ખર્ચે તૈયાર થયેલા ઍરપાર્ટના કાર્ગો સેક્ટરમાં પાઇપલાઇન લીકેજને કારણે કામગીરી અટકાવવાની સ્થિતિ સર્જાતાં પાયાની સુવિધાઓની જાળવણી સામે સવાલો ઊભા થયા છે. હાલ કાર્ગો સેક્ટરમાં લીકેજની સમસ્યાનો ઉકેલ લાવી કામગીરી ક્યારે ફરી શરૂ કરવામાં આવશે તેના પર નજર છે.