સાબરકાંઠાના હિંમતનગરમાં સાબરડેરી નજીકના એક રહેણાંક મકાનમાં ગેરકાયદે દેહવ્યાપાર ચાલતો હોવાની આશંકા સામે આવી છે. બહારથી યુવતીઓને બોલાવી આ પ્રવૃત્તિ કરાવવામાં આવતી હોવાની બાતમી મળતાં એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (એએચટીયુ)એ કાર્યવાહી હાથ ધરી હતી. દરોડા દરમિયાન પોલીસે એક યુવતીને મુક્ત કરાવી હતી અને આ પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હોવાની શંકા ધરાવતા વ્યક્તિને અટકાયતમાં લીધો હતો
મળતી માહિતી મુજબ, હિંમતનગરના સાબરડેરી નજીક આવેલા રહેણાંક વિસ્તારમાં ભાડાના મકાનમાં બહારથી યુવતીઓને બોલાવી દેહવ્યાપાર ચલાવવામાં આવતો હોવાની બાતમી એએચટીયની ટીમને મળી હતી. આ બાતમીના આધારે ટીમે સ્થળ પર દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન પોલીસે એક યુવતીને મુક્ત કરાવી હતી, જ્યારે આ પ્રવૃત્તિ ચલાવવાની શંકા હેઠળ એક વ્યક્તિને અટકાયતમાં લીધો હતો
આ મામલે હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કથિત સંચાલક વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. રહેણાંક વિસ્તારમાં આવી પ્રવૃત્તિ સામે આવતાં સ્થાનિક લોકોમાં ભારે ચર્ચા જાગી છે.આ ઘટનામાં અન્ય કોઈની ભૂમિકા છે કે કેમ તે જાણવા પોલીસ દ્વારા તપાસનો વ્યાપ વધારવામાં આવ્યો છે. યુવતીને મકાનમાં લાવવાની પરિસ્થિતિ અને આ સમગ્ર ઘટનામાં અન્ય કોઈ વ્યક્તિ સામેલ છે કે કેમ તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. તપાસમાં વધુ વિગતો સામે આવે તેવી શક્યતા છે.