અમદાવાદની શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ખળભળાટ મચી ગયો હતો. શહેરની પ્રખ્યાત શાળાઓને ઈમેઈલ મારફતે આ ધમકી આપવામાં આવી હતી, જેના પગલે પોલીસ પ્રશાસન, બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ તાત્કાલિક હરકતમાં આવી ગયા હતાં
આ ધમકીભર્યા મેઈલમાં એક ચોંકાવનારો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મેઈલમાં ‘ખાલિસ્તાન નેશનલ આર્મી’ ના નામે મોકલવામાં આવ્યો છે. ઈમેઈલમાં પ્રખ્યાત પંજાબી સિંગર દિલજીત દોસાંઝના કોન્સર્ટનો ઉલ્લેખ કરીને ચેતવણી આપવામાં આવી છે કે કોઈ પણ પોતાના બાળકને આ કોન્સર્ટમાં ન મોકલે. મેઈલમાં બપોરે ૧ઃ૧૧ વાગ્યેશાળામાં બોમ્બ બ્લાસ્ટ થશે તેવો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
ધમકી મેળવનારી શાળાઓમાં નીચે મુજબની શાળાઓનો સમાવેશ થાય છે. સેટેલાઇટ, જોધપુર, બોડકદેવ અને ચાંદખેડા, ચાંદખેડા Âસ્થત પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ, વિદ્યાભારતી સ્કૂલ, સી.એન. વિદ્યાલય જેવા વિસ્તારોની જાણીતી શાળાઓને લક્ષ્ય બનાવવામાં આવી છે.
ઈમેઈલ મળતાની સાથે જ શાળા સંચાલકો દ્વારા તાત્કાલિક સાવચેતીના પગલાં લેવામાં આવ્યા હતા. શાળાના બિલ્ડીંગોને ત્વરિત ખાલી કરાવવામાં આવ્યા હતા. વાલીઓને તાત્કાલિક જાણ કરીને બાળકોને શાળાએથી લઈ જવા માટે બોલાવવામાં આવ્યા હતા. બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તેમને સહીસલામત ઘરે રવાના કરવામાં આવ્યા હતા, જેના કારણે શાળા પરિસરમાં વાલીઓની ભારે ભીડ જાવા મળી હતી.
સ્થાનિક પોલીસને જાણ કરાતા જ ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની મદદથી તમામ શાળાઓના ખૂણે-ખૂણાની તપાસ હાથ ધરવામાં આવી રહી છે. સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને સુરક્ષા મજબૂત કરી દેવામાં આવી છે.જાકે કાંઇ મળી આવ્યું ન હતું
અમદાવાદ શહેર માટે આ પ્રકારની ધમકી કોઈ નવી વાત નથી. છેલ્લા ૧૧ મહિનામાં આ ૮મી વખત છે જ્યારે અમદાવાદની શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાના ઈમેઈલ કે મેસેજ મળ્યા હોય. વારંવાર બનતી ઘટનાઓને કારણે વાલીઓ અને શાળા પ્રશાસનમાં ભારે ચિંતા પ્રસરી ગઈ છે. અત્યારે આ ધમકીભર્યા ઈમેઈલના મૂળ સુધી પહોંચવા માટે તપાસ ચલાવી રહી છે.





































