દિલ્હીમાં લઘુત્તમ તાપમાન ૧૫.૩ ડિગ્રી સેÂલ્સયસ નોંધાયું હતું, જે છેલ્લા ત્રણ વર્ષમાં ઓક્ટોબરનું સૌથી ઓછું તાપમાન છે. અગાઉ, ૨૭ ઓક્ટોબર, ૨૦૨૩ ના રોજ, દિલ્હીમાં ૧૫.૨ ડિગ્રી સેલ્સિયસનું લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. ભારતીય હવામાન વિભાગ અનુસાર, સફદરજંગમાં લઘુત્તમ તાપમાન ૧૫.૩ ડિગ્રી સેલ્સિયસ હતું, જે સામાન્ય કરતાં ૧.૯ ડિગ્રી ઓછું હતું. પાલમમાં તાપમાન ૧૫.૫ ડિગ્રી સેÂલ્સયસ (સામાન્ય કરતાં ૨.૩ ડિગ્રી નીચે) અને લોધી રોડ પર ૧૫.૬ ડિગ્રી સેલ્સિયસ (સામાન્ય કરતાં ૦.૪ ડિગ્રી નીચે) નોંધાયું હતું. રિજમાં લઘુત્તમ તાપમાન ૧૬.૨ ડિગ્રી સેલ્સિયસ (સામાન્ય કરતાં ૨.૩ ડિગ્રી નીચે) નોંધાયું હતું, જ્યારે આયાનગરમાં લઘુત્તમ તાપમાન ૧૫.૨ ડિગ્રી સેÂલ્સયસ (સામાન્ય કરતાં ૨ ડિગ્રી નીચે) નોંધાયું હતું.કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અનુસાર, મંગળવારે સવારે ૮ વાગ્યે દિલ્હીનો હવા ગુણવત્તા સૂચકાંક (એકયુઆઇ) ૧૬૮ નોંધાયો હતો, જે રાષ્ટÙીય રાજધાનીને ‘મધ્યમ’ શ્રેણીમાં મૂકે છે. આ હવાની ગુણવત્તામાં થોડો સુધારો દર્શાવે છે. એક દિવસ પહેલા, સોમવારે સવારે ૭ વાગ્યે, રાષ્ટ્રીય રાજધાનીની એકયુઆઇ ૧૬૪ નોંધાઈ હતી, જે હજુ પણ ‘મધ્યમ’ શ્રેણીમાં હતી અને ગયા અઠવાડિયાની સરખામણીમાં થોડો સુધારો દર્શાવે છે. સીપીસીબીના ડેટા અનુસાર, જહાંગીરપુરીમાં ૨૫૧, રોહિણીમાં ૨૩૭, પંજાબી બાગમાં ૨૦૦, બાવાનામાં ૨૧૬,આઇઆઇટી દિલ્હીમાં ૨૧૪, આર કે પુરમમાં ૨૩૪, દ્વારકા-સેક્ટર ૮માં ૨૨૩ અને આઇજીઆઇ એરપોર્ટ પર ૨૧૧ એકયુઆઇ નોંધાયું હતું; આ બધું ‘ખરાબ’ શ્રેણીમાં હતું. આનંદ વિહારમાં ૧૭૫, અલીપુરમાં ૧૯૭, પટપડગંજમાં ૧૯૫, ચાંદની ચોકમાં ૧૯૮,એનઆઇએચ નરેલામાં ૧૨૯,જેએનયુમાં ૧૪૬ અને આઇજીએનઓયુ મેદાન ગઢીમાં ૧૫૦ એકયુઆઇ નોંધાયું હતું; આ બધું ‘મધ્યમ’ શ્રેણીમાં હતું. ગ્રેટર નોઈડા અને નોઈડામાં એકયુઆઇ અનુક્રમે ૧૫૬ અને ૧૪૩ નોંધાયું હતું, બંને ‘મધ્યમ’ શ્રેણીમાં હતા. શહેરમાં વધતા ધૂળના પ્રદૂષણને ઘટાડવા માટે દિલ્હીની શેરીઓમાં ધુમ્મસ વિરોધી ગન પાણી છાંટતી જાવા મળી હતી.
કાલિંદી કુંજ નજીક યમુના નદીમાં ફરી ઝેરી સફેદ ફીણ દેખાયા હોવાથી દિલ્હી-એનસીઆર બેવડા પર્યાવરણીય ફટકાનો સામનો કરી રહ્યું છે. કાલિંદી કુંજ વિસ્તારની છબીઓમાં પાણીની સપાટી પર ઝેરી સફેદ ફીણના જાડા સ્તરો તરતા જાવા મળ્યા, જે સતત પ્રદૂષણની સમસ્યાને ઉજાગર કરે છે. આ ફીણ એવા સમયે ફરી દેખાય છે જ્યારે દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ નદીને પુનર્જીવિત કરવાના સરકારના પ્રયાસોની પ્રશંસા કરી હતી. તેમણે આશરે ૯,૦૦૦ કરોડના મુખ્ય માળખાકીય પ્રોજેક્ટ્સના ઉદ્ઘાટનને શહેરના રહેવાસીઓ માટે “ખુશીનો દિવસ” ગણાવ્યો હતો.







































