સાવરકુંડલા ખાતે કબીર ટેકરી આશ્રમમાં પરમ પૂજ્ય નારાયણ સાહેબના સાનિધ્યમાં માં જગદંબા મહિલા મંડળ દ્વારા ભવ્ય શરદ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં ૨૦૦થી વધુ દીકરીઓનું પૂજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આરતી યોજાઈ હતી. રાજુલાથી ઉપસ્થિત મુખ્ય મહેમાન ગોમતીબેન આહીરે વક્તવ્ય આપ્યું હતું. આ પ્રસંગે ભવ્ય રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ધર્મપ્રેમી નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કાર્યક્રમમાં સાવરકુંડલા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ડી.કે. પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન માં જગદંબા મહિલા મંડળની બહેનો અને મૌલિકભાઈ માધવાણી દ્વારા કરવામાં આવ્યું હતું. શરદ ઉત્સવના આ ધાર્મિક આયોજનથી આશ્રમમાં ભક્તિમય માહોલ સર્જાયો હતો.



































