સાવરકુંડલા-જાબાળ માર્ગ પર આંબરડી અને જાબાળ ગામ વચ્ચે આવેલા પેટ્રોલ પંપ પાસે LPG ગેસ ભરેલું ટેન્કર પલટી જતાં દોડધામ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં સાવરકુંડલા અને અમરેલી ફાયર ફાઈટરની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. કેદાર પેટ્રોલિયમ, જાબાળના સ્ટાફે સમયસૂચકતા દાખવી ટેન્કરના ડ્રાઈવરનો જીવ બચાવવામાં મદદ કરી હતી. આ ઉપરાંત સાવરકુંડલા ૧૧૨ના ઇન્ચાર્જ નિલેશભાઈ સોલંકી, પાયલોટ કુણાલભાઈ વિંઝુડા અને હોમગાર્ડ જવાન કેતન પંડ્‌યા પણ સ્થળ પર પહોંચ્યા હતા. ટીમોએ ઘટનાસ્થળે જરૂરી બચાવ અને સુરક્ષાની કામગીરી હાથ ધરી હતી.