સોમનાથ- પ્રભાસ-પાટણ વિસ્તારમાં આગામી ગણેશોત્સવ માટે મૂર્તિકારો ગણપતિની વિવિધ પ્રકારની મૂર્તિઓ બનાવવામાં વ્યસ્ત બન્યા છે. સોમનાથના હિરણ નદી જૂના પૂલ પાસે, વેરાવળ રેયોન રોડ ઉપર અને બાયપાસ પાસે એમ કુલ ૪૦થી ૫૦ દંગાઓમાં પરિવારો આ કામગીરી કરી રહ્યાં છે. એક દંગાના માલિક માંગરોળના લખમણ સોલંકીએ કહ્યું હતું કે, અમે મૂર્તિ બનાવવાનું શરૂ કરી દીધેલ છે અને તેની કિંમત રૂ. ૩૫૧થી પાંચ હજાર સુધીની છે. બીબા દ્વારા આવી મૂર્તિ બનાવવામાં સામાન્ય રીતે બે દિવસ થાય છે, તેના ઉપર પેઈન્ટીંગ કલા અને અલંકારો માટે ગોલ્ડન પાણી કલર વાપરવામાં આવે છે.