રાજકોટમાં પ્રતાપરાય આર્ટસ કોલેજ, અમરેલીની ૧૯૯૬ની અર્થશાસ્ત્ર બેંચના પૂર્વ વિદ્યાર્થીઓનું ૨૬ ઓગસ્ટે ઘંટેશ્વર પાર્ક ખાતે સ્નેહમિલન યોજાયું હતું. ૩૦ વર્ષ બાદ મળેલા મિત્રોએ કોલેજકાળની જૂની યાદો તાજી કરી આનંદ વ્યક્ત કર્યો હતો. કેટલાક મિત્રો પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા, જ્યારે અન્ય મિત્રો વીડિયો કોલથી જોડાયા હતા. હીના ગોહિલ, રેખા સેંજલીયા અને પ્રકાશ વાળાએ આયોજનમાં વિશેષ મહેનત કરી હતી. આરીફ મેતરે કાર્યક્રમની માહિતી આપી હતી.