અમરેલીની જનરલ હોસ્પિટલ ખાતે આવેલા DEIC માં તા. ૨ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ સ્ટાફના સહયોગથી મટકી ઉત્સવની આનંદભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે દિવ્યાંગ બાળકોએ રાધા-કૃષ્ણની સુંદર વેશભૂષા ધારણ કરી સૌનું ધ્યાન આકર્ષ્યું હતું. DEIC સ્ટાફ દ્વારા બાળકોને તિલક કરી ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન બાળકો માટે વિવિધ મનોરંજક તેમજ શૈક્ષણિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. બાળકોએ ઉત્સાહપૂર્વક મટકી ફોડી સમગ્ર વાતાવરણને કૃષ્ણમય બનાવી દીધું હતું. કાર્યક્રમના અંતે બાળકોને નાસ્તો અને ભેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ સ્ટાફના સહયોગથી સફળતાપૂર્વક યોજાયો હતો. દિવ્યાંગ બાળકોમાં આનંદ, આત્મવિશ્વાસ, પ્રેમ અને સ્વીકારની લાગણી વધારવાના હેતુથી યોજાયેલા આ કાર્યક્રમથી બાળકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.









































