બગસરાના માણેકવાડા ગામે બીમારીથી કંટાળી એક વૃદ્ધે ઝેરી ટીકડા ખાઈ લેતાં તેમનું મોત નીપજ્યું હતું. આ અંગે ભીખાભાઈ વલ્લભભાઈ વડાળીયા(ઉ.વ.૪૯)એ પોલીસને આપેલી માહિતી મુજબ, તેમના પિતા વલ્લભભાઈ જાદવભાઈ વડાળીયા (ઉ.વ.૮૩) ઘણા સમયથી બીમાર રહેતા હતા. આ સતત બીમારીથી કંટાળી જઈ તેમણે પોતાના ઘરે ઝેરી ટીકડા ખાઈ લેતાં તેમનું અકાળે મોત નીપજ્યું હતું.







































