????????????

ઉના તાલુકાના મોઠા ગામે ઈદ-એ-મિલાદુન નબી પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરાઈ હતી. પર્વ નિમિત્તે ડીજેના તાલે ભવ્ય જુલુસ કાઢવામાં આવ્યું હતું. ગામના ચોકથી શરૂ થયેલું જુલુસ વિવિધ વિસ્તારોમાં ફરી રાવલ નદી કાંઠે આવેલી અલ્લા વન શહીદ પીર બાબાની દરગાહે પહોંચ્યું હતું. દરગાહે ચાદર ચડાવી સલાતો સલામ પઢી દેશ-દુનિયામાં શાંતિ, એકતા અને ભાઈચારા માટે દુઆ કરાઈ હતી. જુલુસ દરમિયાન હિન્દુ-મુસ્લિમ આગેવાનોએ એકબીજાને ગળે મળી ભાઈચારાનો સંદેશ આપ્યો હતો. કાર્યક્રમ બાદ ગ્રામજનો માટે સમૂહ ભોજનનું આયોજન કરાયું હતું.