બગસરાના જૂની નગરપાલિકા પાસેના ખાડિયા વિસ્તારમાં મની ટ્રાન્સફરની આડમાં મોટું આર્થિક કૌભાંડ ચાલતું હોવાની ચર્ચા છે. અસામાજિક તત્વો ગરીબ, નિરાધાર અને અશિક્ષિત લોકોના અંગત દસ્તાવેજો મેળવી બેન્કોમાં બોગસ ખાતાઓ ખોલાવે છે. આ ખાતાઓ ભાડે આપી ગેરકાયદે નાણાકીય વ્યવહારો માટે ઉપયોગમાં લેવાય છે.આ ખાતાઓમાં ખોટી ખરીદ-વેચાણ દર્શાવી બોગસ બિલિંગ ઉભું કરાય છે. તેના આધારે સરકારમાંથી કરોડો રૂપિયાનું જીએસટી રિફંડ મેળવી મોટો ચૂનો લગાડવામાં આવે છે. મૂળ ખાતાધારકો આ કૌભાંડથી તદ્દન અજાણ રહે છે.તંત્ર અને જીએસટી વિભાગ દ્વારા ખાડિયા વિસ્તારની મની ટ્રાન્સફર એજન્સીઓ તથા શંકાસ્પદ ખાતાઓની ઊંડાણપૂર્વક તપાસ કરાય તો આંતરરાજ્ય બોગસ બિલિંગ કૌભાંડ બહાર આવી શકે છે. સ્થાનિકો કૌભાંડીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે.








































