ભારતના ભૂતપૂર્વ કેપ્ટન રાહુલ દ્રવિડ માને છે કે ટેસ્ટ ક્રિકેટને વૈભવ સૂર્યવંશી જેવા ખેલાડીની જરૂર છે. દ્રવિડે કહ્યું કે સૂર્યવંશીને રેડ-બોલ ક્રિકેટમાં પૂરતો સમય અને એક્સપોઝરની જરૂર છે. આ વર્ષે દુલીપ ટ્રોફીમાં વૈભવ સૂર્યવંશી પૂર્વ ઝોન તરફથી રમી રહ્યો છે. દુલીપ ટ્રોફી રવિવારથી શરૂ થઈ રહી છે. વૈભવ આ સમયગાળા દરમિયાન ટીમના ઉપ-કેપ્ટન તરીકે પણ સેવા આપશે.વૈભવ સૂર્યવંશી એક નવા ક્રિકેટ સેન્સેશન તરીકે ઉભરી આવ્યો છે અને આઇપીએલ ૨૦૨૬ માં શાનદાર પ્રદર્શન કર્યું છે. તેણે આ વર્ષની શરૂઆતમાં ઇંગ્લેન્ડ સામે ટી ૨૦ આંતરરાષ્ટÙીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. વૈભવ આવતા મહિને થનારી એશિયન ગેમ્સ માટે ભારતીય ટીમનો પણ ભાગ છે. જ્યારે રાહુલ દ્રવિડ રાજસ્થાન રોયલ્સનો મુખ્ય કોચ હતો, ત્યારે રાજસ્થાન ફ્રેન્ચાઇઝીએ આઇપીએલ હરાજીમાં વૈભવને હસ્તગત કર્યો હતો. હવે, દ્રવિડે વૈભવને ટેસ્ટ ક્રિકેટ માટે તૈયાર જાહેર કર્યો છે.
“આઈપીએલ દ્વારા વૈભવને ભારતમાં મર્યાદિત ઓવરનો ક્રિકેટનો અનુભવ મળી રહ્યો છે તે ખૂબ જ સારી વાત છે,” દ્રવિડે ડબલિનમાં યુરોપિયન ટી૨૦ પ્રીમિયર લીગના અનાવરણ માટે એક કાર્યક્રમમાં કહ્યું, “પરંતુ તેને ભારતીય સ્થાનિક સિસ્ટમમાં પાછા જવા અને રેડ-બોલ ક્રિકેટ રમવા અને તેની ટેસ્ટ કારકિર્દીને આગળ વધારવા માટે પણ સમય મળી રહ્યો છે. આ યુવા બેટ્સમેનને મર્યાદિત ઓવર અને ટેસ્ટ ક્રિકેટ વચ્ચે સંતુલન શોધવાની જરૂર છે. આપણે બધા ટેસ્ટ ક્રિકેટને જીવંત અને સારી રીતે જાવા માંગીએ છીએ. આપણને વૈભવ જેવા ખેલાડીઓની બધા ફોર્મેટમાં રમવાની જરૂર છે.””સારી વાત એ છે કે તેને થોડો સમય લાગશે, તેને થોડો અનુભવની જરૂર પડશે. તેને ઘણું ટેસ્ટ ક્રિકેટ રમવાની તક મળશે. તેણે કદાચ મર્યાદિત ઓવરના ક્રિકેટમાં જેટલું ટેસ્ટ ક્રિકેટ રમ્યું છે તેટલું રમ્યું નથી. તે ફક્ત ૧૫ વર્ષનો છે. મને લાગે છે કે તમારે તેને થોડો સમય આપવો પડશે અને તેની સાથે ધીરજ રાખવી પડશે.” સ્વાભાવિક છે કે, તે શરૂઆતથી જ ખૂબ જ સફળ રહ્યો છે, પરંતુ તે તેના ઉતાર-ચઢાવમાંથી પસાર થશે, અને મને લાગે છે કે લોકોએ તેની સાથે ધીરજ રાખવી પડશે.
દ્રવિડ માને છે કે ટી ૨૦ તકોનો પીછો કરવાને બદલે સ્થાનિક ટેસ્ટ ક્રિકેટ રમવાથી વૈભવને બેટ્સમેન તરીકે વિકાસ કરવામાં મદદ મળશે. તેમણે કહ્યું, “આપણે બધાએ યાદ રાખવું જાઈએ કે વૈભવ ફક્ત ૧૫ વર્ષનો છે અને તેણે હજુ લાંબી મજલ કાપવાની છે. મને આશા છે કે સૂર્યવંશી આખરે ઉચ્ચતમ સ્તર પર રેડ-બોલ ક્રિકેટમાં પ્રવેશ કરી શકશે અને ભારત માટે ઓલ-ફોર્મેટ ખેલાડી બનશે.” આ વૈશ્વિક ક્રિકેટ માટે પ્રોત્સાહક રહેશે.નોંધનીય છે કે સૂર્યવંશીએ અત્યાર સુધી ફક્ત આઠ ફર્સ્ટ-ક્લાસ મેચ રમી છે. તેમની સરેરાશ ૧૭.૨૫ છે. સૂર્યવંશીને દુલીપ ટ્રોફીમાં ઓછામાં ઓછી બે સળંગ ફર્સ્ટ-ક્લાસ મેચ રમવાની તક મળી શકે છે.














































