ઓસ્ટ્રેલિયન બેટ્‌સમેન માર્નસ લાબુશેન ટેસ્ટ ટીમમાંથી બહાર થવાની કગાર પર છે. બાંગ્લાદેશ સામેની બીજી ટેસ્ટની પહેલી ઇનિંગ્સમાં તેને શોરીફુલ ઇસ્લામે માત્ર ૪ રન માટે બોલ્ડ કર્યો હતો. ડાર્વિનમાં રમાયેલી પહેલી ટેસ્ટ મેચમાં પણ તેનું બેટ શાંત હતું, જ્યાં તેણે પહેલી ઇનિંગ્સમાં માત્ર એક રન અને બીજી ઇનિંગ્સમાં ૩૧ રન બનાવ્યા હતા. છેલ્લા કેટલાક સમયથી તેના ખરાબ ફોર્મને કારણે, તેને પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર કરવાની માંગ વધી રહી છે. ઓસ્ટ્રેલિયા બાંગ્લાદેશ સામેની બીજી ટેસ્ટની પહેલી ઇનિંગમાં ૨૧૦ રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું.
માર્નસ લાબુશેન છેલ્લા ત્રણ વર્ષથી રન બનાવવા માટે સંઘર્ષ કરી રહ્યો છે અને તેણે કોઈ મોટી ઇનિંગ રમી નથી. જુલાઈ ૨૦૨૩ માં ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે ઇંગ્લેન્ડ સામેની તેની સદી બાદ, તેની ટેસ્ટ સરેરાશ ઘટીને માત્ર ૨૫.૪૩ થઈ ગઈ છે. ગયા વર્ષે વેસ્ટ ઇન્ડીઝ પ્રવાસમાંથી બહાર થયા બાદ તે ઘરેલુ ક્રિકેટમાં રન બનાવીને ટીમમાં પાછો ફર્યો હોવા છતાં, આંતરરાષ્ટ્રીય મેચોમાં તેનું ફ્લોપ પ્રદર્શન ચાલુ રહ્યું છે. આ સતત ફ્લોપ બાદ, ઘણા ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન ક્રિકેટરો હવે તેને ટીમમાંથી બહાર કરીને નવા ખેલાડીને સ્થાન આપવાની માંગ કરી રહ્યા છે.
ભૂતપૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગ માને છે કે ખરાબ ફોર્મ સાથે સંઘર્ષ કરી રહેલા માર્નસ લાબુશેનને શ્રેણીની શરૂઆતમાં જ ટીમમાંથી બહાર કરી દેવા જાઈતો હતો. તેમણે કહ્યું કે પસંદગીકારોનો સતત ટેકો અને લાબુશેનમાં વિશ્વાસ પ્રશંસનીય છે, પરંતુ હવે ઘણું મોડું થઈ ગયું છે. પોન્ટિંગના મતે, લાબુશેનમાં તેના શ્રેષ્ઠ ફોર્મનો અભાવ હોય તેવું લાગે છે, તેથી ઓસ્ટ્રેલિયન ટીમે હવે તેના સ્થાને એક નવા ખેલાડીનો વિચાર કરવો જાઈએ.ઓસ્ટ્રેલિયન ભૂતપૂર્વ બેટ્‌સમેન માર્ક વોએ પણ માર્નસ લાબુશેનમાંના ભવિષ્ય અંગે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમનું માનવું છે કે જા ટ્રેવિસ હેડને મિડલ ઓર્ડરમાં બેટિંગ માટે પાછા મોકલવામાં આવે છે, તો ઓસ્ટ્રેલિયાને એક નવા ઓપનરની જરૂર પડશે, જે અનિવાર્યપણે લાબુશેનમાંના સ્થાન પર પ્રશ્નો ઉભા કરશે. માર્ક વોએ તો એમ પણ કહ્યું હતું કે શક્્ય છે કે લાબુશેનમાં ઓસ્ટ્રેલિયા માટે તેની છેલ્લી ટેસ્ટ મેચ રમી હોય.