લીલીયા પોલીસ સ્ટેશન દ્વારા ગ્રામજનોની સુરક્ષા અને જાગૃતિના હેતુથી વાઘણીયા ગામે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ગ્રામજનો અને પોલીસ વચ્ચે સીધો સંવાદ યોજાયો હતો. લીલીયા પોલીસ સ્ટેશનના પી.આઈ. એમ.ડી. સાળુકે તથા પી.એસ.આઈ. વાય.એમ. જાડેજાની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં પોલીસ અધિકારીઓએ વધતા જતા સાયબર ક્રાઈમથી બચવાના ઉપાયો અંગે માર્ગદર્શન આપ્યું હતું. ઉપરાંત સાયબર અવેરનેસ, ટ્રાફિકના નિયમોનું પાલન અને સાવચેતી રાખવા અંગે માહિતી આપવામાં આવી હતી. કોઈપણ ઈમરજન્સી પરિસ્થિતિમાં પોલીસની તાત્કાલિક મદદ મેળવવા માટેની ‘જન રક્ષક ૧૧૨’ હેલ્પલાઈન સેવા અંગે પણ ગ્રામજનોને સમજણ આપવામાં આવી હતી. આ પ્રસંગે સરપંચ, ગ્રામ પંચાયતના સભ્યો, અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.









































