કેન્દ્ર સરકારની મહત્વકાંક્ષી ‘વન નેશન વન રેશનકાર્ડ’ (ONORC) યોજના હેઠળ અમરેલી જિલ્લામાં નોંધપાત્ર કામગીરી સામે આવી હતી. વિધાનસભા ગૃહમાં રજૂ થયેલી સત્તાવાર માહિતી અનુસાર, અમરેલી જિલ્લામાં છેલ્લા એક વર્ષ દરમિયાન ૫ લાખથી વધુ લાભાર્થીઓએ આ યોજના અંતર્ગત અનાજનો જથ્થો મેળવ્યો હતો.વિધાનસભામાં સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાલા દ્વારા અમરેલી જિલ્લામાં રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ કાર્યરત ONORC યોજનાની સ્થિતિ અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. જેના ઉત્તરમાં અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા મંત્રી દ્વારા લેખિત માહિતી આપવામાં આવી હતી.સરકાર દ્વારા રજૂ કરાયેલા સત્તાવાર આંકડા અનુસાર, તા. ૩૦/૦૬/૨૦૨૬ની સ્થિતિએ છેલ્લા એક વર્ષના સમયગાળામાં અમરેલી જિલ્લામાં કુલ ૫,૦૩,૦૨૪ લાભાર્થીઓએ ‘વન નેશન વન રેશનકાર્ડ’ યોજના હેઠળ રાશન મેળવીને સીધો લાભ લીધો હતો.









































