ચલાલા તીર્થભુમિ તરીકે ઓળખાય છે અહિંયા પિલુડીના વ્રુક્ષ નિચે ભીમનાથ મહાદેવ બિરાજમાન છે. અજ્ઞાતવાસ દરમ્યાન પાંડવો અહિંયા આવ્યા હતા અને ભીમે સ્વયંભુ શિવલિંગ શોધીનેં પુજા કરી હતી. મંદિરમાં ચાર શિવલિંગો આવેલા છે અને આજુબાજુ પાર્વતીજી, ગણપતિ, હનુમાનજી તથા કાલભૈરવના પણ મંદિરો છે. ઉત્તર દિશામા સંત ઉદયગિરીબાપુની સમાધિ પણ આવેલી છે. શ્રાવન માસમા અહિં બહુ જ ભાવિકો આવે છે.